કિરીટ દૂધાતની વાર્તાઓ/સંપાદકનો પરિચય
બિપિન પટેલનો જન્મ ૧લી જુલાઈ, ૧૯૫૩ના રોજ વતનના ગામ દેત્રોજમાં થયો હતો. તેમણે અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., બી.એડ. કર્યું છે. સચિવાલયના વિવિધ વિભાગોમાં સેવા આપીને ઉપસચિવ તરીકે તે સ્વૈછિક નિવૃત્ત થયા છે અને હાલ અમદાવાદમાં રહે છે. તેમના ત્રણ વાર્તાસંગ્રહો છે. જે ‘દશ્મન’ (૧૯૯૯), ‘જે કોઈ પ્રેમ અંશ’ (૨૦૦૮) અને ‘વાંસનાં ફૂલ’ (૨૦૧૭) છે. તેમણે ‘નવલિકા ચયન’ ૧૯૯૮નું સંપાદન કરેલું છે. એમની વાર્તા ‘ગ્રહણ’ને સુપ્રસિદ્ધ ‘કથા’ એવૉર્ડ મળ્યો છે. તેમના વાર્તાસંગ્રહ ‘જે કોઈ પ્રેમ અંશ’ને વર્ષ ૨૦૦૮-૯-૧૦નો ધૂમકેતુ નવલિકા પુરસ્કાર મળ્યો છે. તેમણે અંગ્રેજી-ગુજરાતી અનુવાદો ‘અસૂયા’ શીર્ષકથી (પ્રસિદ્ધ ફ્રેંચ લેખક જ્યોર્જ સીમેનોન કૃત ‘ધ ડોર’ નવલકથા), બસવેશ્વરનું ટૂંકું જીવનચરિત્ર, વિશ્વ પ્રસિદ્ધ વાર્તાકારો એન્તોન ચેખોવ, મિલાન કુન્દેરા, જેમ્સ જોયસની વાર્તાઓ તથા ભારતીય ભાષાઓની વાર્તાઓના અનુવાદ પણ કર્યો છે. ગુજરાતી-અંગ્રેજી અનુવાદ; પ્રસિદ્ધ કવિ વિવેચક સ્વ. લાભશંકર ઠાકરના નાટક ‘વૃક્ષ’નો ‘ઘ્EE’ નામે અનુવાદ કર્યો છે, જે ‘Nit India Through Literature’ પુસ્તકમાં સમાવિષ્ટ છે.