ઋણાનુબંધ/હજીય ચચરે છે

Revision as of 08:52, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હજીય ચચરે છે|}} <poem> પંચમહાભૂતોનું બનેલું બાનું શરીર ક્યારન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હજીય ચચરે છે


પંચમહાભૂતોનું બનેલું
બાનું શરીર
ક્યારનુંય
ભસ્મીભૂત થઈ
નામશેષ થઈ ગયું
અને છતાંય
ચિતામાં દાહ દીધેલી કાયાની
ઓલવાતી આગનો
આછો ધુમાડો
જોજનો દૂરથી આવીને
હજીય ચચરે છે
મારી આંખોમાં
ને
એને ઓલવવા
ઊભરાયાં કરે છે.
ઊનાં ઊનાં પાણી…