ઋણાનુબંધ/આ સરવર સરવર રમતાં રમતાં

Revision as of 10:23, 20 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આ સરવર સરવર રમતાં રમતાં


આ સરવર સરવર રમતાં રમતાં કમળ કમળ થઈ ખીલ્યાં રે
આ ઝરમર ઝરમર ઝરતાં ઝરતાં રંગવાદળને ઝીલ્યાં રે.

વનનું લીલું ઝાડ લઈને આભે ઊડ્યું પંખી રે,
ટહુકાઓના ઊગ્યા તારલા: નજર ગઈ કોઈ ડંખી રે,

ફૂલની કોમળ પાંદડીઓમાં ચાંદ પૂનમનો ઊગ્યો રે,
આમ તો મારી આંખની સામે: તોયે વાદળે છૂપ્યો રે.

આ સરવર સરવર રમતાં રમતાં રડ્યાં હસ્યાં ને જીવ્યાં રે,
આંખોમાં તો ટહુકે કોયલ ભલે હોઠને સીવ્યા રે.