સોરઠી સંતવાણી/ત્રિગુણની પાર

Revision as of 11:25, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રિગુણની પાર |}} <poem> યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગોને ::::...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ત્રિગુણની પાર

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગોને
આદરો તમે અભિયાસ રે,
હરિ ભાળવા હોય તો હિંમત રાખોને
જેનો પરિપૂરણ સરવમાં વાસ રે —
ભાઈ રે! રજોગુણી તમોગુણી આહાર ન કરવો ને
સ્વપ્ને ન કરવી આશ રે,
સત્તવગુણી આહાર કાયમ કરવો જેથી
થાય બેઉ ગુણોનો નાશ રે. — યોગી.
ભાઈ રે! સત્ત્વગુણમાં ભેદ છે મોટો ને
એક શુદ્ધ બીજો મલિન કે’વાય રે,
મલિન સત્ત્વગુણનો ત્યાગ કરવો ને
પરિપૂરણ યોગી થાય રે. — યોગી.
ભાઈ રે! વિદેહદશા તેહની પ્રગટે તેથી
ત્રણ ગુણોથી થયો પાર રે,
ગંગાસતી એમ બોલિયાં ને
જેનો લાગ્યો તૂર્યાતીરમાં તાર રે. — યોગી.