સોરઠી સંતવાણી/ગુરુ-શિષ્યની એકતા

Revision as of 11:28, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગુરુ-શિષ્યની એકતા|}} <poem> મન મટીયું તેને ત્યાગી કહીએ ને :::: મર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુરુ-શિષ્યની એકતા

મન મટીયું તેને ત્યાગી કહીએ ને
મરને વરતે વહેવાર માંય રે,
ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી ને
તેને નડે નહીં માયાની છાંય રે. — મન.
ભાઈ રે! આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલપના
આનંદ ઊપજ્યો અપાર રે,
વ્રતમાન બદલે પાનબાઈ તેને રે
જેને લાગ્યો વચનુંમાં તાર રે. — મન.
ભાઈ રે! આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને
વરતી થઈ ગઈ સમાન રે,
ગુરુ ને શિષ્યની થઈ ગઈ એકતા ને
મટી ગયું જાતિનું માન રે. — મન.
ભાઈ રે! પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે
વાસના મટી ટળી તાણાવાણ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
જેને થઈ ગઈ સદ્ગુરુની ઓળખાણ રે. — મન.