સોરઠી સંતવાણી/સાંગોપાંગ

Revision as of 11:33, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાંગોપાંગ|}} <poem> ધ્યાન ધારણા કાયમ રાખવી ને :::: કાયમ કરવો અભ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાંગોપાંગ

ધ્યાન ધારણા કાયમ રાખવી ને
કાયમ કરવો અભ્યાસ રે,
ભાળી ગયા પછી તરપત ન થાવું ને
વિશેષ રાખવો ઉલ્લાસ રે —
ભાઈ રે ગુરુનાં વચનુંમાં સાંગોપાંગ ઊતરવું ને
કાયમ કરવું ભજન રે,
આળસ કરીને સૂઈ ના રહેવું ને
ભલે કબજે કર્યું પોતાનું મન રે. — ધ્યાન.
ભાઈ રે આઠે પહોર રહેવું આનંદમાં ને
વધુ વધુ જાગે જેથી પ્રેમ રે,
હંમેશાં અભ્યાસ મૂકવો નહીં ને
છોડી દેવું નહીં નીમ રે. — ધ્યાન.
ભાઈ રે નિત્ય પવન ઉલટાવવો ને
રમવું સદા હરિની સંગ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
પછી ચડે નહીં દૂજો રંગ રે. — ધ્યાન.