સોરઠી સંતવાણી/ભીતર સદગુરુ મળિયા

Revision as of 12:32, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભીતર સદગુરુ મળિયા| }} <poem> બેની! મુંને ભીતર સતગરુ મળિયા રે. ::::...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભીતર સદગુરુ મળિયા

બેની! મુંને ભીતર સતગરુ મળિયા રે.
વરતાણી આનંદલીલા : મારી બાયું રે.
બેની! મુંને ભીતર સતગરુ મળિયા રે.
કોટિક ભાણ ઊગિયા દિલ ભીતર
ભોમ સઘળી ભાળી;
સૂન-મંડળમાં મારો શ્યામ બિરાજે,
ત્રિકોટીમેં લાગી મુંને તાળી : મારી બાયું રે.
— બેની મુંને.
ઘડી ઘડીનાં ઘડિયાળાં વાગે
છત્રીશે રાગ શીની,
ઝળકત મો’લને ઝરૂખે જાળિયાં
ઝાલરી વાગી ઝીણી ઝીણી : મારી બાયું રે.
— બેની મુંને.
બાવન બજારું ચોરાશી ચોવટા,
કંચનના મોલ કીના,
ઈ મોલમાં મારો સતગુરુ બિરાજે,
દોય કર આસન દીના : મારી બાયું રે.
— બેની મુંને.
સત નામનો સંતાર લીધો,
અને ગુણ તખત પર ગાયો;
કરમણ ચરણે લખીરામ બોલ્યા,
ગુરુજીએ ગુપત પિયાલો અમને પાયો : મારી બાયું રે.
— બેની મુંને.