સોરઠી સંતવાણી/વાડીનો ચોર

Revision as of 05:33, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાડીનો ચોર|}} {{Poem2Open}} કાયા વાડીમાં જીવો રે ચોરી ચોરી કરે છે છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાડીનો ચોર

કાયા વાડીમાં જીવો રે ચોરી ચોરી કરે છે છાની. ચાર ચોર તો ચોરી કરે છે ધન ધુતારા લ્યે છે; ગુરુજી મારા! ધન ધુતારા લ્યે છે કાયા વાડીમાં કાંઈ નવ દેખે દી’ના ખાતર દ્યે છે. — ગુરુજી મારા. પાંચ ચોર પરગટ વસે પકડી ન શકે કોઈ; ગુરુજી મારા! પકડી ન શકે કોઈ; તતવ હતો તે તાણી લીધો બેઠો છે હીરલો ખોઈ. — ગુરુજી મારા. પથરહુંદા દેવળ ચણાવ્યા મહીં પથરા પથરાવ્યા; પરભાતે પૂજારો આવ્યો, આંધળા પૂજણહારા. — ગુરુજી મારા. આશ તૃષ્ણા સૌને સરખી દિલની ભ્રાંત તે ભાંગો; જોધા પરતાપે ભણે ભવાનીદાસ એસી લગની રાખો. — ગુરુજી મારા.