સોરઠી સંતવાણી/વાડીનો ચોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાડીનો ચોર

કાયા વાડીમાં જીવો રે ચોરી ચોરી કરે છે છાની. ચાર ચોર તો ચોરી કરે છે ધન ધુતારા લ્યે છે; ગુરુજી મારા! ધન ધુતારા લ્યે છે કાયા વાડીમાં કાંઈ નવ દેખે દી’ના ખાતર દ્યે છે. — ગુરુજી મારા. પાંચ ચોર પરગટ વસે પકડી ન શકે કોઈ; ગુરુજી મારા! પકડી ન શકે કોઈ; તતવ હતો તે તાણી લીધો બેઠો છે હીરલો ખોઈ. — ગુરુજી મારા. પથરહુંદા દેવળ ચણાવ્યા મહીં પથરા પથરાવ્યા; પરભાતે પૂજારો આવ્યો, આંધળા પૂજણહારા. — ગુરુજી મારા. આશ તૃષ્ણા સૌને સરખી દિલની ભ્રાંત તે ભાંગો; જોધા પરતાપે ભણે ભવાનીદાસ એસી લગની રાખો. — ગુરુજી મારા.

[આંબો છઠો]