સોરઠી સંતવાણી/કોઈ સમજાવો

Revision as of 07:26, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોઈ સમજાવો|}} <poem> ઓધાજી! કાનુડાને કોઈ સમજાવો રે એક વાર ગોકુળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કોઈ સમજાવો

ઓધાજી! કાનુડાને કોઈ સમજાવો રે
એક વાર ગોકુળમાં આવો!
મેં જાણ્યું રે કાનો જનમસંગાથી રે
ઓધાજી! પ્રીતું કરીને પછતાણાં રે. — એક વાર.
એક દીને સમે કામ પડશે અમારું રે
અણવાણે પાયેં અથડાશો રે. — એક વાર.
હૈડાનાં દ:ખડાં વાલા હૈડે સમાણાં રે
દજડેં સુકાણી મોરી દેયું રે. — એક વાર.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા!
ઓધાજી ધુતારાને કોઈ સમજાવો રે. — એક વાર.