સોરઠી સંતવાણી/કોઈ સમજાવો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કોઈ સમજાવો

ઓધાજી! કાનુડાને કોઈ સમજાવો રે
એક વાર ગોકુળમાં આવો!
મેં જાણ્યું રે કાનો જનમસંગાથી રે
ઓધાજી! પ્રીતું કરીને પછતાણાં રે. — એક વાર.
એક દીને સમે કામ પડશે અમારું રે
અણવાણે પાયેં અથડાશો રે. — એક વાર.
હૈડાનાં દ:ખડાં વાલા હૈડે સમાણાં રે
દજડેં સુકાણી મોરી દેયું રે. — એક વાર.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા!
ઓધાજી ધુતારાને કોઈ સમજાવો રે. — એક વાર.

[મીરા]