સોરઠી સંતવાણી/દાઝેલ દેહનાં દુઃખિયાં

Revision as of 05:46, 29 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દાઝેલ દેહનાં દુઃખિયાં

છયેં રે દુખિયાં, અમે નથી સુખિયાં
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં
વાને વંટોળે અમે રે આવી ભરાણાં વા’લા!
સામા કાંઠાનાં અમે છયેં પંખિયાં. — મોરી.
છીછરા જળમાં અમે રે જીવી ન શકીએ વા’લા!
ઊંડાં રે જળનાં અમે છયેં મછિયાં. — મોરી.
પરદેશી સાથે અમને પ્રીત બંધાણી વા’લા!
નિરખી નિરખીને મોરી ફૂટી અંખિયાં. — મોરી.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા!
ચરણુંમાં રાખો તો અમે થાયેં સુખિયાં
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.

[મીરા]