કાળચક્ર/દાદાનો વારસદાર

Revision as of 07:50, 30 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |દાદાનો વારસદાર}} '''અઢારેક''' વર્ષ પછીની એક બપોરવેળા હતી, ત્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દાદાનો વારસદાર


અઢારેક વર્ષ પછીની એક બપોરવેળા હતી, ત્યારે એક ગાડું ડમરાળાની નજીકના રણથળી ગામને ઉતારે આવી છૂટ્યું. એમાંથી ઊતરનારા બે જણા હતા એક વીસેક વર્ષનો, નહિ પાતળો નહિ જાડો એવો, સહેજ ઝીણી આંખોવાળો, વેશપોશાકે વણિક તરીકે પરખાય એવો જુવાન હતો, ને બીજો એક રાજ્યનો નોકર હતો. ગાડા માથે ડમરાળાના બે શસ્ત્રધારી કારડિયા રજપૂતો હતા. સવારીને ઓચિંતી આવેલ દેખીને ઉતારે માણસોની દોડાદોડ શરૂ થઈ ગઈ. ગામનો મુખી આવી હાજર થયો.