સોરઠિયા દુહા/6

Revision as of 06:33, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|6|}} <poem> તન ચોખાં, મને ઊજળાં, ભીતર રાખે ભાવ, કિનકા બૂરા ન ચિંતવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


6

તન ચોખાં, મને ઊજળાં, ભીતર રાખે ભાવ,
કિનકા બૂરા ન ચિંતવે, તાકુ રંગ ચડાવ.

શરીર જેનાં નિર્મળ છે, મન જેનાં ઊજળાં છે, પ્રેમની લાગણી જેઓ મનની અંદર રાખે છે, કોઈનું બૂરું ચિંતવતા નથી, તેવા પુરુષોને રંગ ચડાવજો.