સોરઠિયા દુહા/25
Revision as of 05:10, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|25| }} <poem> દુવો(હો) દિલમાંય, ઉલટ વિણ આવે નહિ; ખાવું ખોળામાંય, ભૂ...")
25
દુવો(હો) દિલમાંય, ઉલટ વિણ આવે નહિ;
ખાવું ખોળામાંય, ભૂખ વિના ભાવે નહિ.
માણસને ખોળામાં બેસાડીને ગમે તેટલાં માનપાનથી કે લાડથી ખવરાવો, પણ તેને ભૂખ ન હોય ત્યાં સુધી એ ભોજન ભાવતાં નથી. તેમ અંતરની અંદરથી આપોઆપ ઊમળકો ન ઊઠે ત્યાં સુધી માત્ર કોઈના કહેવાથી કે ધન-કીર્તિની લાલચથી કે બીજાં પ્રલોભનોથી સાચો દુહો રચી શકાતો નથી