સોરઠિયા દુહા/28
Revision as of 05:21, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|28|}} <poem> સોરઠ મીઠી રાગણી, મીઠો રાગ મલાર; સેજે મીઠી સુંદરી, રણ મ...")
28
સોરઠ મીઠી રાગણી, મીઠો રાગ મલાર;
સેજે મીઠી સુંદરી, રણ મીઠી તલવાર.
અનેક પ્રકારનાં રાગ-રાગિણીઓમાં સોરઠ રાગિણી અને મલાર રાગની મીઠાશ નિરાળી છે. એ જ રીતે સ્ત્રી પથારીમાં મીઠી લાગે છે. તલવાર લડાઈના મેદાનમાં વહાલી લાગે છે.