સોરઠિયા દુહા/61

Revision as of 06:49, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|61|}} <poem> મેમાનુંને માન, દલ ભરી દીધાં નહિ; (ઈ) મંદિર નૈ મસાણ, સાચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


61

મેમાનુંને માન, દલ ભરી દીધાં નહિ;
(ઈ) મંદિર નૈ મસાણ, સાચું સોરઠિયો ભણે.

ઘેર આવેલા પરોણાનો જે પૂરા પ્રેમથી આદરસત્કાર ન કરતાં હોય તેમનાં ઘર જીવતાં માણસનાં ઘર નહિ પણ સૂના સ્મશાન સમાન છે, એવું સોરઠિયો કહે છે.