સોરઠિયા દુહા/75

Revision as of 09:22, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|75|}} <poem> ડુંગર જલતી લાય, જોવે તે સારી જગત; પરઝળતી નિજ પાય, રતિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


75

ડુંગર જલતી લાય, જોવે તે સારી જગત;
પરઝળતી નિજ પાય, રતિ ન સૂઝે રાજિયા.

દૂરના ડુંગરા ઉપર જે દવ લાગ્યો હોય તે તો જગત આખું જુએ છે. પણ હે રાજિયા! પોતાના પગ નીચે જે સળગ્યું હોય તે કોઈની આંખે સૂઝતું નથી : મતલબ કે દુનિયામાં બીજાના દોષ સહુને દેખાય છે, પણ પોતાની જાતની ખામી કોઈ જોઈ શકતું નથી.