સોરઠિયા દુહા/88

Revision as of 09:35, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|88|}} <poem> મોતી ફાટ્યું વીંધતાં, મન ફાટ્યું એક બોલ; મોતી ફેર મગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


88

મોતી ફાટ્યું વીંધતાં, મન ફાટ્યું એક બોલ;
મોતી ફેર મગાઈ લ્યો, મન તો મિલે ન મોલ.

મોતી વીંધતાં વીંધતાં ફાટી જાય તો એકને બદલે બીજું મોતી મગાવી લઈ શકાય છે પણ એક જ કડવા વચનથી હૈયું ચિરાઈ જાય તો પછી ચાહ્ય તેટલાં મૂલ દેતાં ય એ ફરી સાંપડતું નથી.