સોરઠિયા દુહા/114

Revision as of 10:32, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|114| }} <poem> સજ્જન ભેલી બેઠકે, ચારોં નેન મિલાય; સંપત્તિ તો કબુ મિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


114

સજ્જન ભેલી બેઠકે, ચારોં નેન મિલાય;
સંપત્તિ તો કબુ મિલે, (પણ) સમા મિલે ન આય.

હે સાજન! તમારા વેપારધંધાને અળગા મૂકીને આવો ઘડી બે ઘડી ચાર આંખો મેળવીએ અને ગોઠડી કરીએ. પૈસો તો ફરી મળશે, પરંતુ આજે આવેલો જોબનકાળ ફરી આવવાનો નથી.