કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩.સરનામું

Revision as of 09:30, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩.સરનામું |}} <poem> મારા ઘરમાં હું શું છું ? પથ્થરનું પારેવું છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩.સરનામું

મારા ઘરમાં હું શું છું ?
પથ્થરનું પારેવું છું.
વંટોળાતો વાયુ છું.
પણ ઘરમાં સંભાળું છું.
પાણીની દીવાલો છે
તો કોરોમોરો હું છું.
અંદર છું કે બ્હારો છું ?
લગભગ રોજ વિચારું છું.
મારા ઘરનું સરનામું ?
રોજ મને હું પૂછું છું.
(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૨)