કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩.સરનામું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩.સરનામું

ચિનુ મોદી

મારા ઘરમાં હું શું છું ?
પથ્થરનું પારેવું છું.

વંટોળાતો વાયુ છું.
પણ ઘરમાં સંભાળું છું.

પાણીની દીવાલો છે
તો કોરોમોરો હું છું.

અંદર છું કે બ્હારો છું ?
લગભગ રોજ વિચારું છું.

મારા ઘરનું સરનામું ?
રોજ મને હું પૂછું છું.
(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૨)