કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૩.મોભો

Revision as of 07:27, 13 June 2022 by MeghaBhavsar (talk | contribs)


૧૩.મોભો

ડર મને મારો જ થોડો હોય છે,
કાચમાં ચ્હેરાને જોવો હોય છે.

કોઈ કાયમ કેમ જોતો હોય છે ?
આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.

શ્વાસની હલચલ તે હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે ?

ઊંઘ આવે તો તરત મીંચો નયન,
રાતનો ક્યારે ભરોસો હોય છે ?

પી જઉં પયગંબરોનાં પાપને,
શબ્દના તો લાખ રોગો હોય છે.

હું ફરી ક્યાંથી હવે માણસ બનું ?
ડોકમાં ઇચ્છાનો દોરો હોય છે.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.

તા. ૧૧/૧૨-૬-૭૪
(દર્પણની ગલીમાં, ૧૯૭૫, પૃ. ૩)