કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૮. ફૂલડાંક્ટોરી

Revision as of 09:43, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs)
૧૮. ફૂલડાંક્ટોરી


(ઢાળ : હાવાં નહીં જાઉં મહી વેચવા રે લોલ)


ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન !
ફૂલડાંકટોરી ગૂંથી લાવ,
          જગમાલણી રે બ્હેન !
          અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે

બ્હેન !

અંજલિમાં ચાર-ચાર ચારણી, રે બ્હેન !
અંજલિએ છૂંદણાંના ડાઘ :
          જગમાલણી રે બ્હેન !
          અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે

બ્હેન !

ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન !
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન !
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન !

ફૂલડામાં દેવની હથેળીઓ, રે બ્હેન !
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણી રે બ્હેન !
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન !

(ન્હાના ન્હાના રાસ ભાગ-૧, પૃ. ૫૪)