કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૩. બ્રહ્મવીંઝણો

Revision as of 12:20, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs)
૪૩. બ્રહ્મવીંઝણો

નીલો કમલરંગ વીંઝણો, હો નન્દલાલ !
રઢિયાળો રતનજડાવ, મોરા નન્દલાલ !
          બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !

સોનાનો સૂરજ શોભિતો, હો નન્દલાલ !
રૂપેરી ચન્દની બિછાવ, મોરા નન્દલાલ !
          બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !

કોરેમોરે ભર્યા હીરલા, હો નન્દલાલ !
ઝાલરે ઝીક કેરી વેલ, મોરા નન્દલાલ !
          બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !

દાંડી બ્રહ્માજીના હાથમાં, હો નન્દલાલ !
માનવીના ભાગ્યના એ ખેલ, મોરા નન્દલાલ !
          બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !
(ન્હાના ન્હાના રાસ ભાગ-૨, પૃ. ૪૧)