સોરઠિયા દુહા/30

Revision as of 05:39, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


30

કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ કુળવંતી નાર;
સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર.

કોઈ કોઈ જાતવંત ઘોડો, કોઈ કોઈ વીર પુરુષ, ને કોઈ કુળવંતી નારી : એવાં ત્રણ રત્નો આ સંસારમાં સરજનહારે સરજ્યાં છે.