ડુંગર વંકો ગાળિયે, ને વંકી સરણ્યે; રાજા વંકો રાવતે, ધણ્ય વંકી નેણે.
વાંકી ખીણવાળો ડુંગર, વાંકમાં વહેતી સરણીવાળી નદી : બંકા રાવતવાળો રાજાય અને વાંકા ભમ્મરવાળી સ્ત્રી : એ ચારે, તો વાંકાં જ સારાં લાગે છે.