સોરઠિયા દુહા/40

Revision as of 05:46, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


40

મારૂઈ નાઈ ગંગજળ, ઊભી વેણ સુકાય;
ચંદન કેરે રૂખડે, (જેમ) નાગ ઝપાટા ખાય.

મારવાડની સુંદરી માથાબોળ નહાઈને વાળ કોરા કરતી ઊભી હોય અને પવનમાં એનો ઘેઘૂર ચોટલો ડોલતો હોય અને ત્યારે ચંદનવૃક્ષ ઉપર ફેણ માંડીને કોઈ નાગ ફૂંફાડા મારતો હોય તેવું લાગે છે.