સોરઠિયા દુહા/58

Revision as of 06:09, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


58

ચંગા માડુ ઘર રહે, એ તિન અવગણ હોય;
કાપડ ફાટે, રિણ વધે, નામ ન જાણે કોય.

સારો માણસ ઘેર બેસી રહે તો તેનાં ત્રણ માઠાં પરિણામો આવે : એક તો એ બેઠો બેઠો લૂગડાં ફાડે, બીજું, માથે કરજ વધતું જાય, અને ત્રીજું, જગતમાં એની કીર્તિ ક્યાંય પ્રસરે નહિ.