સોરઠિયા દુહા/90

Revision as of 06:30, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


90

કાચ-કટોરો, નૈણ-જલ, મોતી, દૂધ ને મન;
એતાં ફાટ્યાં નવ મળે, લાખું કરો જતન.

કાચનું વાસણ, આંખનું તેજ, મોતી, દૂધ અને માણસનું મન — એ ચાર વાનાં ફૂટી-ભાંગી ગયા પછી ચાહ્ય તેટલી મહેનત કરો તોપણ ફરી અસલ સ્વરૂપ પામી શકતાં નથી.