સોરઠિયા દુહા/150

Revision as of 07:21, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


150

જેને સપને દેખતી, પ્રગટ હુઈ પિયુ આય;
ડરતી આંખ ન મીંચતી, સ્વપ્ન કદી થઈ જાય.

વિરહીણી જેને કેટલાય દિવસોથી સ્વપ્નાંમાં જોયા કરતી હતી તે પિયુ સાચે જ ઘેર આવ્યા ત્યારે રખેને એ સત્ય ક્યાંક સ્વપ્નું બનીને ઊડી જાય એ બીકે એ આંખનું મટકું પણ નથી મારતી.