શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/થાય?

Revision as of 12:24, 12 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|થાય?|}} <poem> તડકાનું મા ઝભલું થાય? ચાંદરણાની ચાદર થાય? વાદળના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
થાય?


તડકાનું મા ઝભલું થાય?
ચાંદરણાની ચાદર થાય?

વાદળના ઓ પૉલ ઘણા;
એમાંથી શું તાર વણાય?

ઝાકળ અમને ઘણું ગમે;
એનાં તગતગ મોતી થાય?

ભૂરું ભૂરું આભ ગમે;
આભ અમારી આંખો થાય?

ઝરણું રૂમઝૂમ ઝણકે છે;
એ ઝરણાંનું ઝાંઝર થાય?

સરવર મીઠું ચમકે છે;
એ ચમકારે સવાર થાય?

 

*