શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કામ છે!
Revision as of 15:20, 12 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કામ છે!|}} <poem> અમથી અમથી ગાતી જઉં: કામ છે! અમથી અમથી નાચી લઉં: ક...")
કામ છે!
અમથી અમથી ગાતી જઉં: કામ છે!
અમથી અમથી નાચી લઉં: કામ છે!
અડું ફૂલને ફરી ફરી: કામ છે!
પતંગિયામાં મળી પરી: કામ છે!
જલને રેલે વ્હેતી જઉં: કામ છે!
વાદળને કંઈ ક્હેતી જઉં: કામ છે!
બેઠી બેઠી દેખું પ્હાડ: કામ છે!
સૂતી સૂતી દેખું આભ: કામ છે!
હવા અડે ને પીંછું થઉં: કામ છે!
ટહુકો સુણતાં પંખી થઉં: કામ છે!
કીડી ક્હે છે: સાથે ચાલ: કામ છે!
ચાંદો ક્હે: ચાંદરણાં ઝાલ: કામ છે!
અમથી અમથી હસ્યાં કરું: કામ છે!
અમથી અમથી રડ્યાં કરું: કામ છે!
અમથી અમથી ભૂલી પડું: કામ છે!
અમથી અમથી જડ્યાં કરું: કામ છે!