શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૦. કેમ ઊગરશે?
Revision as of 09:15, 15 July 2022 by KhyatiJoshi (talk | contribs)
૭૦. કેમ ઊગરશે?
જળને માને જાળ, માછલી કેમ ઊગરશે?
તરવું જેને તાણ, પાર તે કેમ ઊતરશે? –
જળના ઝીણે તેજ ન જેનાં લોચન ઝબકે,
જળને ઝીણે ગાન ન જેનું હૈયું ધબકે,
કાંઠા ભણી સુકાન,
માછલી તે શું કરશે? –
જળનાં ભર્યાં ઊંડાણ નહીં આકર્ષે જેને,
મોતી-રસ્યા ઉઘાડ, નથી ત્યાં વસવાં જેને,
વમળે જે વમળાય,
માછલી ક્યાં તે ઠરશે? –
(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૩૦)