કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩. આપને જોયાં...

Revision as of 12:06, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. આપને જોયાં...|}} <poem> આપને જોયાં હતાં પલ વાર મેં કે નિરાલી જો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩. આપને જોયાં...


આપને જોયાં હતાં પલ વાર મેં
કે નિરાલી જોઈ’તી તલવાર મેં
ભેદ એનો હું નથી પરખી શક્યો
ઘા વિના જોઈ લીધો સંહાર મેં.
(આકૃતિ, પૃ. ૬)