ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરચંદ-૨

Revision as of 10:29, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અમરચંદ-૨ : [ઈ.૧૬૮૯માં હયાત] અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં મુનિચંદના શિષ્ય. વિદ્યાવિલાસનું જાણીતું કથાનક ઝડપી ગતિએ રજૂ કરતી ૩ ખંડની દુહા-દેશીબદ્ધ પદ્યવાર્તા ‘વિદ્યાવિલાસ-ચારિત્ર/પવાડો’ (૨. ઈ.૧૬૮૯/સં. ૧૭૪૫, ભાદરવા સુદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : વિદ્યાવિલાસ, પ્ર. ખીઅસિંહ પ્રે. શાહ, ઈ.૧૯૧૫. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨).[કા.શા.]