ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરચંદ્ર-૧-અમર મુનિ
Jump to navigation
Jump to search
અમરચંદ્ર-૧/અમર(મુનિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનના ગુરુબંધુ સહજકુશલની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. ૨૮૦ કડીની ‘કુલધ્વજકુમાર-રાસ’ (૨. ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, મહા સુદ ૧૫, રવિવાર), ૬૧ કડીની ‘રામસીતા-લેખ/ સીતાવિરહ’ (૨. ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, અધિક અસાડ સુદ ૧૫), ૮ કડીની ‘ગુરુ-સઝાય’, ૯ કડીની ‘નારીપરિહારશિખામણ-સઝાય/સ્ત્રીરાગત્યજન-સઝાય’, ૭ કડીની ‘(ભટેવાચાણસ્મામંડન) પાર્શ્વનાથ-સ્તવન’ તથા ૧૬ કડીની ‘યુગપ્રધાનસંખ્યા-સઝાય’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : પસમુચ્ચય : ૨. સંદર્ભ : ૧. જૈગકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કા.શા.]