ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરબાઈ

Revision as of 10:30, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અમરબાઈ[ઈ.૧૮મી સદી] : જ્ઞાતિએ આહીર. પીઠડિયા કે મૂંજિયાસરનાં રહીશ ગણાવાયાં છે. તેઓ યુવાવસ્થામાં જ પરબવાવડીના સંત દેવીદાસથી પ્રભાવિત થઈ તેમનાં શિષ્યા બનેલાં, અને રક્તપિત્તિયાંની સેવાનો ધર્મ સ્વીકારેલો. એમનાં ગુરુભક્તિનાં ૫ પદો મુદ્રિત મળે છે. કૃતિ : પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૩૮, ઈ.૧૯૭૫(+સં.). [કી.જો.]