ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતસાગર-૨

Revision as of 10:48, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અમૃતસાગર-૨ [ઈ.૧૬૯૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયની પરંપરામાં શાંતિસાગરના શિષ્ય. ધર્મસાગરકૃત ‘સર્વજ્ઞ-શતક’ પર ૨ અધિકારમાં વહેંચાયેલા ૬૦૦૦ ગ્રંથાગ્રના બાલાવબોધ(ર. ઈ.૧૬૯૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [વ.દ.]