ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદસોમ

Revision as of 05:55, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આનંદસોમ [જ. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, કારતક સુદ ૧૫ - અવ. ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, ભાદરવા વદ ૫] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સોમવિમલસૂરિના શિષ્ય. દીક્ષા ઈ.૧૫૪૪. સૂરિપદ ઈ.૧૫૬૯. કાવ્યરચનાકાળ સુધીનું સોમવિમલસૂરિનું જીવનવૃત્તાંત વર્ણવતા અને ગુરુગુણનો મહિમા ગાતા ૧૫૬ કડીના ‘સોમવિમલસૂરિ રાસ’ (૨. ઈ.૧૫૬૩/સં. ૧૬૧૯, મહા - ૧૦, ગુરુવાર; મુ.) તથા ૫૩ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (૨. ઈ.૧૫૬૬/સં. ૧૬૨૨, શ્રાવણ સુદ ૧૦)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ;’  ૨. જૈગૂકવિઓ : ૧. [કુ.દે.]