ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદોદય

Revision as of 05:57, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આણંદોદય [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષસૂરિની પરંપરામાં જિનતિલકસૂરિના શિષ્ય. ૩૦૭ કડીની ‘વિદ્યાવિલાસ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, આસો સુદ ૧૩, રવિવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કુ.દે.]