ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદ્યોતસાગર-‘જ્ઞાનઉદ્યોત’

Revision as of 10:57, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉદ્યોતસાગર/‘જ્ઞાનઉદ્યોત’ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ‘જ્ઞાનઉદ્યોત’ની છાપથી રચના કરતા તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરની પરંપરામાં જ્ઞાનસાગરના શિષ્ય. દેવચંદ્રને નામે છપાયેલી ‘અષ્ટપ્રકારી-પૂજા’ (ર. ઈ.૧૭૮૭,*મુ.), ‘એકવીસપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૮૭;*મુ.), ‘આરાધના બત્રીસ દ્વારનો રાસ’ ૧૭ કડીની ‘વીરચરિત્ર-વેલી’ અને ૫ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.)ના કર્તા. તેમની પાસેથી હિન્દી ગદ્યમાં ‘બારવ્રતની ટીપ/સમ્યક્ત્વમૂલબારવ્રતવિવરણ’ (ર.ઈ.૧૭૮૦/સં. ૧૮૩૬, માગશર સુદ ૫, ગુરુવાર) તેમ જ કેટલાંક હિન્દી સ્તવનો(મુ.) મળે છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈકાસંગ્રહ; ૩. જૈપ્રપુસ્તક : ૧; ૪.* શ્રીમદ્ દેવચંદ્ર : ૨, પ્ર. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, -; ૫. વિવિધપૂજાસંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૮. સંદર્ભ : જૈગૂકવિઓ:૨,૩(૧). [શ્ર.ત્રિ.]