ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણધીર

Revision as of 07:33, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કલ્યાણધીર [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિકસૂરિ(જ.ઈ.૧૪૯૩-અવ. ઈ.૧૫૫૬)ના શિષ્ય. ૬૯ સડીની ‘મુનિગુણ-સઝાય’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચન્દ્રસૂરિ;  ૨ મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]