કલ્યાણદાસ-૨ [ઈ.૧૮૨૭માં હયાત] : જુઓ કલ્યાણ-૫. કલ્યાણદેવ [ઈ.૧૫૮૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ચરણોદયના શિષ્ય. ‘વચ્છરાજદેવરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૭)ના કર્તા.