ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણસાગર સૂરિ શિષ્ય

Revision as of 07:41, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કલ્યાણસાગર(સૂરિ)શિષ્ય : આ નામે શત્રુંજયનો મહિમા કરતી ૧૦૮ કડીની ‘શત્રુંજય-એક્સોઆઠનામગર્ભિત-દુહા/સિદ્ધિગિરિનાં એકસોઆઠ ખમાસમણાં/સિદ્ધિગિરિ-સ્તુતિ’ (મુ.) એ કૃતિ મળે છે. તેના કર્તા અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિ-શિષ્ય-૧ અને કદાચ ઉદયસાગર હોવાની સંભાવના કરવામાં આવી છે પરંતુ કૃતિમાં એવા કોઈ નિર્દેશો મળતા નથી. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]