ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલ-૧

Revision as of 09:02, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કુશલ-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : નાગોરી તપગચ્છના જૈન સાધુ. મહિમાસાગર-રામસિંહના શિષ્ય. ‘દશાર્ણભદ્ર-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૩૦), ‘સનતકુમાર-ચોઢાળિયું’ (૨.ઈ.૧૭૩૩/સં. ૧૭૮૯, ચૈત્ર સુદ ૨), ૩૬ કડીની ‘લઘુસાધુવંદણા’ અને હિંદી ભાષામાં ‘સીતા-આલોયણા’ - એ કૃતિઓના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨,૩(૨). [ક.શે.]