ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુંવર

Revision as of 12:17, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કુંવર (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ) : આખ્યાનકાર. જ્ઞાતિએ ખંભાતના મકર કુલના વડનગરા નાગર બ્રાહ્મણ. અકબરપુરના રહેવાસી. ગુરુ બાલકૃષ્ણ ભટ્ટ. કવિ પોતાને ‘રામજન’ કે ‘જન’ તરીકે પણ ઓળખાવે છે. ‘મહીસંગમ-કથા’ (૨.ઈ.૧૬૫૫), ૩૯ કડવાંનું સ્કંદપુરાણ-આધારિત ‘તારકાસુરનું આખ્યાન’ (૨.ઈ.૧૬૫૭/સં. ૧૭૧૬, શ્રાવણ વદ ૧૪, બુધવાર) તથા ૫૭ કડવાંનું વાલ્મીકિ-રામાયણ પર આધારિત ‘રામાયણ-ઉત્તરકાંડ’ (૨.ઈ.૧૬૬૦/સં. ૧૭૧૬, આસો વદ ૩, સોમવાર) તેમની કૃતિઓ છે. ‘રામાયણ-ઉત્તરકાંડ’ ઉદ્ધવકૃત ‘રામાયણ’માં ભાલણસુત વિષ્ણુદાસની કૃતિ તરીકે પ્રકાશિત થયું છે. કૃતિ : (ભાલણસુત ઉદ્ધવકૃત) રામાયણ, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા, નાથાશંકર પૂ. શાસ્ત્રી, ઈ.૧૮૯૩(+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. * ગુજરાતી, દીપોત્સવી અંક, ઈ.૧૯૩૨ - ‘રામાયણના ઉત્તરકાંડનો કર્તા કોણ ?’ રામલાલ ચુ. મોદી;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ:૨.[ચ.શે.]