ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરવિજય-૨
Revision as of 12:54, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કેસરવિજય-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય અને લબ્ધિવિજય (ઈ.૧૭૫૪માં હયાત)ના ગુરુ. ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’(મુ.), ૧૫ કડીની ‘ગુરુ-સ્તુતિ’ તથા તીર્થંકરો પરનાં તેમ જ અન્ય વિષયો પરનાં સ્તવનોના કર્તા. કૃતિ : ૧. જિગુસ્તમાલા; ૨. જૈકાપ્રકાશ:૧. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [ક.શે.]