ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચરણકુમાર-૨

Revision as of 13:31, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચરણકુમાર-૨ [               ]: જૈન સાધુ. પાઠક કમલલાભની પરંપરામાં દેવવિમલના શિષ્ય. ૩૭ કડીની ‘સમ્યક્ત્વપ્રાપ્તિની સઝાય/સમકિત-ભાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. ખરતરગચ્છના કમલલાભ-ઉપાધ્યાયના આ પ્રશિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણાય. કૃતિ : વિવિધ પુષ્પવાટિકા:૨, સં. પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.). સંદર્ભ : ૧ મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]