ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રસાર

Revision as of 13:42, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચારિત્રસાર [               ]: જૈન સાધુ. ૧૧ કડીની ‘પંચપરમેષ્ઠી-વિનતિ’(મુ.)ના કર્તા. એ ખરતરગચ્છના ઉપાધ્યાય જયસાગરની પરંપરામાં ભક્તિલાભ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોય તો ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત ગણાય. કૃતિ : નસ્વાધ્યાય:૩(+સં.). સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]